Tuesday, June 24, 2014

બાપુજીનું સ્મરણ

બાપુજીની પ્રાર્થનાસભા માટે લખેલું પ્રવચન (તા. ૨૮/૦૬/૨૦૧૩, જેઠ વદ પાંચમ, સ્થળઃ ૯૦ ફીટ રોડ, સ્વામિનારાયણ મંદિર, ઘાટકોપર-ઈસ્ટ, મુંબઈ - ૪૦૦૦૮૬)

આમ તો પ્રીતમબાપા જેવી પવિત્ર આત્મા વિશે બોલવું આપણું ગજું નહીં પણ ફૂલની પાંખડી રૂપે શ્રધ્ધાંજલી આપવાની નાની એવી કોશિશ સાથે અહીં પધારેલ દરેક સ્વજનોને મારા જય ગોપાલ!
            દિવસ રોજ ઊગે છે અને આથમી જાય છે, ચૂપચાપ. રાત ઘેરાય છે, ક્યારેક અંધકારમાં તો ક્યારેક ચાંદનીના અજવાળામાં, પરંતુ ક્યારેય સ્થાયી નથી રહેતી. સમય વીતતો રહે છે, સ્થિર નથી. યાદ કાયમી છે. ક્યારેક ક્ર્મ્બધ્ધ રીતે તો ક્યારેક અવ્યવસ્થિત રીતે વાતો મનમાં ઘર કરી જાય છે. સ્મૃતિના પાનાં પર પણ કેટલાક ચહેરા આપણી રોજિંદી જિંદગીમાં સ્પષ્ટ રીતે અંકિત થઈ જાય છે, એવો એક ચહેરો એટલે 'પ્રીતમબાપા'!
            સન ૧૯૨૫માં જન્મેલો અને સાલ ૧૯૪૫માં બોમ્બે નામના શહેરમાં પ્રવેશ કરનાર ત્રણ બહેનોનો લાડકો અને માતાપિતાનો એકનો એક એવો ૨૦ વર્ષનો ઊજળા દેહનો ફાંકડો જુવાન. આજે નાનકડા બીજમાંથી 'ચૌહાણ કુટુંબ' નામનું વટવૃક્ષ તૈયાર કર્યું એના જીવનની સૌથી મોટી સિધ્ધિ. જેના નામમાં 'પ્રીત' શબ્દ સમાયેલો હોય એવા પોતાના નામને સમાનાર્થી સ્વભાવ કેળવીને સદાય લોકો સાથે પ્રેમભર્યું વર્તન કરનારા, જિંદગીના અમૂલ્ય એવા પાંચ-પાંચ વર્ષો સુધી સમસ્ત વાંઝાગ્નાતિમાં સેવા અર્પણ કરનારા અને ગ્યાતિના ઘરેણાં સમાન પ્રીતમબાપા ૨૫ જૂન, ૨૦૧૩ ને જેઠ વદ બીજને બપોરે વાગે ગોપાલશરણ પામી ગયા.
            મા તે મા, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...આવું માતા વિશે તો કહેવતોથી લઈને કાવ્યો સુધી ઘણું જોવા મળે છે, પણ પિતા વિશે ખૂબ ઓછું સાહિત્ય લખાયું છે, પિતાનું સ્થાન આપણા જીવનમાં મીઠા (નમક) જેવું છે. મીઠુ જો ભોજનમાં હોય, તો એની હાજરીની આપણે નોંધ નથી લેતાં પરંતુ મીઠું ભોજનમાં હોય તો ગમે તેટલું સ્વાદિષ્ટ અને સુંદર ભોજન બનાવ્યું હોય તો ફીક્કું લાગે છે. લાગે છે નહીં, ખરેખર ફીક્કું બની જાય છે. જીવનમાં કદાચ પિતાની હાજરીનો ખાસ અહેસાસ પણ લાગે પરંતુ પિતાની બે દિવસ માટેની ઘરમાં ગેરહાજરી પણ ઘરને સૂનું બનાવી શકે છે. આવી ખોટ આજે ચૌહાણ કુટુંબમાં પ્રીતમબાપાની વસમી વિદાયને કારણે વર્તાઈ રહી છે. અતીશયોક્તિ થતી હોય તો એવું કહી શકાય કે આવો ખાલીપો કુદરતને પણ સાલતો હોય એમ પ્રીતમબાપાનો પાર્થિવ દેહ જ્યાં સુધી પંચમહાભૂતમાં વિલીન થયો ત્યાં સુધી અનરાધાર વરસાદ આકાશમાંથી વરસતો હતો, જેમ કે આકાશ પણ રુદન કરતું હોય! અને એમની આત્મા કેટલી શુધ્ધ અને પવિત્ર હતી વાતનો પુરાવો આપતાં હોય એવાં ઘરેથી સ્મશાન સુધીના રસ્તામાં આવેલા બે મંદિરો અને બંને મંદિરોમાં સમયે થતો સંધ્યાઆરતીની ઝાલરનો ઝણકાર. કેવો અનેરો સંગમ!
            આપણે ત્યાં કહેવત છે કે 'દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે'. કહેવતને જેમ સાચી કરી હોય એમ જ્યાં સુધી તેમના શરીરે સાથ આપ્યો ત્યાં સુધી કામમાં પરોવાયેલા રહેતાં. અને મહેમાનગતિની તો વાત ક્યાં કરું? મને ખાત્રી છે કે સાંભળનારા દરેકે-દરેક માણસ વાતની સાક્ષી પૂરશે કે પ્રીતમબાપાએ જેવી મહેમાનગતિ પીરસી છે એવી કોઈએ મહેમાનગતિ નહીં પીરસી હોય. દૂરના કોઈ ઓળખીતા હોય કે નજીકના અને અંગત મહેમાન હોય - કોઈને બટકું રોટલો ખાધાં વગર જવા દે. અને જો જમવાનો મેળ થતો હોય અથવા ઘરે કોઈ બનાવવાવાળું હાજર જોય તો બહારથી ચા મંગાવીને પીવડાવશે ખરાં! કહેવાય છે કે એક ભાણેજને જમાડો તો ૧૦૦ બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય મળે. પ્રીતમબાપાને તો ૨૨ ભાણિયા! ૨૨ ભાણિયાના પ્રિય પ્રીતમમામાને રીતે પુણ્યશાળી બનાવવા બદ્દ્લ ઈશ્વરનો પાડ માનવો જોઈએ. પ્રીતમબાપાનું મનોબળ એટલું મજબૂત કે દવાખાનામાં દાખલ થયા ત્યારે ડૉક્ટર પોતે રિપોર્ટ જોઈને બોલી ઉઠ્યા કે ઉંમરે એન્જીયોપ્લાસ્ટ કરી લીધા બાદ પણ ત્રણ વર્ષ સુધી મક્કમ રીતે જીવવું તો ખરેખર ઈશ્વરનો ચમત્કાર કહેવાય.
            વિધિના લેખ જુઓ. દાદા અને દીકરી બંને શબ્દો એકબીજા સાથે અનાદિકાળથી ગુંથાયેલા છે. વાતની સાક્ષી પૂરવાં અને દ્ર્ષ્ટાંત પૂરું પાડવા આજે દાદાની પ્રાર્થનાસભાનો દિવસ અને 'બાપુજી બાપુજી' કરતાં જેની જીભ થાકતી હોય એવી દીકરીનો જન્મદિવસ એક દિવસે આવ્યાં. તો યોગાનુયોગ કહેવાય ને! વાતને શોક તરીકે ગણતાં, જીવનનો એક અનન્ય લ્હાવો સમજીને ભગવાનની ઈચ્છાને સ્વીકારી લઈએ. આમ તો મનુષ્ય આયુષ્ય પ્રમાણે જીવે છે, એક સેકન્ડ વહેલો નહીં કે મોડો નહીં. મૃત્યુ કુદરતે ગોઠવેલી ઘટના છે અને આપણે ઈશ્વર પ્રત્યેનું ઋણ છે તે ચૂકવીએ છીએ. 'અંત વેળાએ' નામના એક પુસ્તકમાં છપાયેલી પંક્તિઓ કંઈક રીતે છેઃ
જનની ખોળામાં બોલાવે એમાં ડરવાનું શું? 
માતા વસ્ત્રો મેલાં થાય અને બદલાવે એમાં રડવાનું શું? 
થાક્યાનો વિસામો મૃત્યુ છે, જીવનનો અંત કદીએ નથી, જીવ છે અનંત, 
માધવ મળવાને બોલાવે એમાં રડવાનું શું?
રીતે કાકાસાહેબ કાલેલકરનું એક વિધાન છે કે મરણ કરતાં સ્મરણ વધારે બળવાન છે. 'પિતાજીનું સ્મરણ' નામની કવિતા પણ કંઈક આવો સંદેશ આપે છેઃ
ઈંટ-ચૂનાનું ઊભું ઘર, પિતાજીનું સ્મરણ
મંત્રમય વાતાવરણ, અંતર પિતાજીનું સ્મરણ
અમાસની રાત અજવાળી બની જાય તરત, 
ઓરડાં અજવાળતો અવસર, પિતાજીનું સ્મરણ
એમની આંખે પૂજાની ઓરડીએ જોઉં ત્યાં, 
વિશ્વ દેખાડે અજબ ભીતર, પિતાજીનું સ્મરણ
શું સચવાયું સતત બાગના કણકણ મહીં
ફૂલશું? ક્યારા તણાં પથ્થર, પિતાજીનું સ્મરણ
આંખ ઝળઝળિયાં ભરી જોતી રહી તસવીરને
આમ મોતીએ કર્યું સાગર, પિતાજીનું સ્મરણ
એમના હરકર્મ રસ્તો ચીંધતા મુંઝાઉં ત્યાં, 
હરકદમ જે મળ્યો આદર - પિતાજીનું સ્મરણ.
            ચૌહાન કુટુંબના મણકાઓને પ્રીતમબાપાએ ભેગાં કરી એક માળા બનાવીને વર્ષો સુધી જકડી રાખ્યા અને હવે માળા એક સાંકળ બની ગઈ છે, જેની દરેક કડી એકબીજામાં પરોવાઈ ગઈ છે. માફ કરજો પણ ચૌહાણ કુટુંબને મારી એક વિનંતી કે સાંકળને કદી તૂટવા નહી દેતા કારણ એકતા જેવું બળ બીજું કોઈ નથી.
            છેલ્લે, પ્રીતમબાપાની આત્માને શાંતિ લાભે અને તેમનો આશિર્વાદ સદાય ચૌહાણ કુટુંબ પર બની રહે એવી ઈશ્વર ચરણે પ્રાર્થના. જય ગોપાલ!

Saturday, June 21, 2014

શાંતનુ - સમાજનું દર્પણ

પ્રિય સિધ્ધાર્થ છાયા,
             જે દિવસથી તમે ફેસબુક પર જાહેર કરેલું કે તમારી એક નવલકથા -બુક સ્વરુપે લોકો સમક્ષ આવવાની છે તે દિવસથી એને વાંચવાની તાલાવેલી લાગેલીપછી એનું કવર-પોસ્ટર જોયું, જેમાં એક છોકરી કંટાળીને/ત્રાસીને મોઢું છુપાવીને બેઠેલી છે અને લાલઘુમ સૂરજ તપી રહ્યો છે. કાળા વાદળો પર તે વખતે ધ્યાન ગયું  હતું પણ જ કાળા વાદળ તમારી નવલકથાનો હીરો છે તો નવલકથા વાંચી પછી ખબર પડી. કોઈ કારણોસર -બુક ડાઉનલોડ  થતા દુઃખ થયું પણ ફેસબુકના તમારા પોસ્ટથી જાણવા મળ્યું કે  પેલા કાળા વાદળોની જેમ મુશ્કેલીમાંથી કાઢવા તમારી નવલકથાની હાર્ડકોપી પણ છપાઈ છે. થોડાં શીપીંગના લોચા પછી ફાઈનલી કુરિયર મળ્યું, અને ત્યારે મને થયું કે ફાઈનલી તમારો (જે હવે અમારો પણ છે!) શાંતનુ મને મળવા આવ્યો ખરો! થૅંક્યુ ફોર સેમ! મારું એવું માનવું છે કે નવલકથા એક બિયરની બોટલ હશે અને એટલે એના પરના ઢાંકણા (બૂચ)ને ખોલવા માટે ઓપનર એવા ગોપાલીબેન 'બુચ'ને તમે પ્રસ્તાવના લખવાની ભલામણ કરી હશે. સ્કૂલમાં ગુજરાતી વિષયમાં મોટા ફકરાનો સારાંશ લખવાનો આવતો ત્યારે થતું કે આનો ક્યાંય ઉપયોગ થતો હશે કે નહીં? પણ ગોપાલીબેને એનો રસપ્રદ સારાંશ લખીને તરત આખી બુક વાંચી જવા તત્પર કરી મૂક્યો. અને હા, પેલા તમારા ઈંજેક્શનવાળા ડૉક્ટર ધૈવતભાઈને પણ એક થૅંક્સ તો બનતા હૈ, બૉસ! થૅંકયુ!

           'શાંતનુ' આપણા રોજિંદા જીવન અને સમાજને દેખાડતો અરીસો છેનાયક 'શાંતનુ' ખૂબ સ્થિર, સમજુ અને ક્રિસ્ટલ-ક્લિયર વિચારધારા ધરાવતો પ્રેક્ટીકલ યુવાન છે. પોતાના કામકાજમાં એકદમ તૈયાર, ઑફિસમાં લોકોનો ફેવરીટ, પોતાના દરેક નિર્ણયોને મક્કમતાની ચાસણીમાં ડૂબાડીને ભવિષ્ય તરફ નજર માંડતો પણ ક્યારેક પોતાના પિતા પાસે ડૂંસકાં ભરીને રડી લેતો હેન્ડસમ યુવાન. એને મન પ્રેમ કરવો એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સામેવાળાને ચાહવુંપ્રેમની નાજુક નાજુક ક્ષણોને પણ જીવી જાય છે. ગોપાલીબેને પ્રસ્તાવનામાં લખેલું છે એમ શાંતનુનો પ્રેમ છીછરો નથી પણ ગૂઢ છે.  શાંતનુ માટે પ્રેમ એટલે 'સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પળાય એવો કાયદો! પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો!' સામે પક્ષે અનુશ્રી પણ આજના જમાનાની ઓપન-માઈન્ડેડ યુવતી છે. નખશીખ રૂપાળી, કમનીય કાયા ધરાવતી, 'બાગોં મેં બહાર' જેવી નાજુક અને નમણી! પોતે કરેલી ભૂલને લીધે પોતાના પરિવારજનો પર આપત્તિદાયક અને બોજ બનવા કરતા પોતાના કોઈ શોખને એક બીઝનેસ તરીકે જોવું  આજની  નારીના લક્ષણોમાંનું એક છેભલે પતિવ્રતા સ્ત્રી હોય પણ શાંતનુને પોતાનો બી.એફ.એફ. માની હરહંમેશ એની પાસે અપેક્ષા રાખે છે. શાંતનુને જે ભૂલ લાગે છે અનુશ્રીને ફક્ત એક આકર્ષણનું પરિણામ છે એવું કહીને ટાળી દે છે.
            મિત્રતા નિભાવતા 'અક્ષય' અને 'સિરતદીપ'ના પાત્રો પણ નવલકથામાં અને નાયક-નાયિકાના જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. "દુનિયામાં અક્ષયો તો બહુ છે ભાઈ, પણ શાંતનુઓ ઓછા છે!" - સાચી વાત છે. અક્ષયે ભલે ઘાટ-ઘાટના પાણી પીધા હોય પણ ઑફિસમાં જેને સીનીયર માનતો હોય એવા શાંતનુનો લવગુરુ બનીને બેસે છે. ભલે આવતી-જતી દરેક છોકરી સાથે ફ્લર્ટ કરતો  હોય, છોકરીને જોઈ નથી કે એના દિમાગ અને દિલના એન્ટેનામાં સળવળાટ થયો નથી પણ સિરુ સાથે સીરીયસ થાય અને લગ્નગ્રંથીમાં જોડાય, વાત દિલને ટાઢક પહોંચાડે એવી છે. શાંતનુ અને અનુશ્રીને મળાવવામાં અક્ષય અને સિરુ સાચા મનથી પ્રયત્નો કરે છે. નાગર સમાજમાં દીકરાને 'તમે' કહીને સંબોધવામાં આવે છે વાત નવલકથા વાંચી ત્યારે જાણવા મળી, અને એમાંય એકબીજા સાથે વાત કરતી વખતે જ્વલંતભાઈ અને શાંતનુ વાક્યમાં પ્રાસ બેસાડીને બોલે - કુછ નયા હૈ યહ! જ્વલંતભાઈએ શાંતનુના માતા-પિતાના પાત્ર સાથે એક સાચા મિત્ર હોવાનો  પણ પુરાવો આપ્યો છે. 'મા તે મા', 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ'...આવું માતા વિશે તો કહેવતોથી લઈને કાવ્યો સુધી ઘણું જોવા મળે છે, પણ પિતા વિશે ખૂબ ઓછું સાહિત્ય લખાયું છે. એમાં તમે જ્વલંતભાઈના પાત્ર દ્વારા એક અલગ છબી ઉપસાવી છે.
            એક નાનું અમથું સ્ટેપલર કોઈ બે પંખીડાને મળવામાં કામ આવે કદાચ તમે વિચારી શકો. પહેલી વાર સ્ટેપલર અને પછી વરુણ દેવ! પલળેલી સ્ત્રીનો દેખાવ ખરેખર સામેવાળાને એકવાર વિચારતા કરી મૂકે અને એવું શાંતનુ સાથે પણ થયું. અનુશ્રીનું ક્લિવેજ જોઈને પોતાના પુરુષત્વને સંભાળી શકનારો શાંતનુ પોતાની કામવાસનાને હસ્તમૈથૂન દ્વારા પૂરી પાડે છે, એમાં કંઈ ખોટું નથી. આપણા સમાજમાં આજે પણ લોકોના મનમાં ઘર કરી ગયેલી કેટલીક ગેરસમજોને વાંચકો સમક્ષ લાવવામાં તમે સફળ થયા છો. જેમ શાંતનુને થયું એમ આજે પણ આપણો સમાજ હસ્તમૈથુનને ગુનાપાત્ર ગણે છે. પણ જ્યારે અનુશ્રી સમક્ષ શાંતનુ સ્ખલનની કબૂલાત કરે છે ત્યારે એની પ્રામાણિકતા અને હિંમત દેખાઈ આવે છે. અનુશ્રી પણ શાંતનુની કબૂલાતને સહજતાથી સ્વીકારે છે ત્યારે વાંચનાર દરેક પુરુષને સમજવા જેવું છે કે દુનિયાની દરેક સ્ત્રીને ખબર હોય છે કે સામેવાળી વ્યક્તિ એને ક્યાં, કેવી રીતે અને ક્યા સંદર્ભમાં જોઈ રહી છે. લૉંગ-ડીસ્ટન્સ રીલેશનશીપ આજે એક સામાન્ય બાબત થઈ ગઈ છે પણ છતાંય લોકો એને જાળવી રાખે છે અનુશ્રી અને અમરના પાત્રોમાં દેખાઈ આવે છે. અમર અને શાંતનુની પહેલી મુલાકાતમાં તમે અમરનો એવો પરિચય આપ્યો કે ફક્ત શાંતનુ નહીં પણ વાંચનાર કોઈ પણ એને વિલન સમજે. અમરનું ઉધ્ધતાઈભર્યું વર્તન, બોલવાની ઢબ, શાંતનુને તું-કારા કરતી એની વાણી બધું જોતા એવું લાગતું હતું કે અનુશ્રી જડ જેવા સાથે ખુશ નહીં રહે! કદાચ તમારી નવલકથા વાંચીને આપણા ગુજરાતી લોકો 'ઈન્ટરકાસ્ટ મેરેજ' અને 'એન.આર.આઈ. સાથે દીકરીને પરણાવવા' પહેલાં એક વાર વિચારશે ખરાં! પણ અનુશ્રી સાથે થયું એવું દરેકની સાથે થાય કદાચ યોગાનુયોગ સમજવો.
            નવલકથામાં પહેલી વાર અનુશ્રી-શાંતનુ મળ્યા, એના બીજે દિવસે અનુશ્રી ના દેખાઈ ત્યાં તો શાંતનુએ વિચારી લીધું કે ક્યાંક ઑફિસમાંથી રિઝાઈન તો નથી કરી નાખ્યું ને? ડીનર માટે જવાનું હતું તે દિવસે પણ શાંતનુ પોતાનો મોબાઈલ જોયા કરતો હતો કે ક્યાંક અનુશ્રીનો કોલ કે મેસેજ આવી જાય કે 'આજનો પ્રોગ્રામ કેન્સલ'! - આપણી માણસની એક મેન્ટાલીટીને તમે એકદમ સરસ રીતે વર્ણવી છે. આપણે હંમેશા ખોટું અને ખરાબ પહેલાં વિચારીશું. બીજી વાત કે આવી રીતે કોઈને (છૂપી રીતે) મળવા જવાનું હોય ત્યારે ઑફિસનું બહાનું બતાવો એટલે ઘરના બધા માની જાય (સેલ્ફ એક્સ્પિરિયન્સ, બોસ!!) અને પેલી એસ.એમ.એસ.ની આપ-લે, થાય થાય દોસ્ત, દાણા નહીં નાખશો તો પંખી પ્રેમજાળમાં ફસાશે કેવી રીતે? ડીનર વખતે ચારેયનું મિલન, જગ્યાએ જગ્યાએ પાણી ભરાઈ જવાથી અનુશ્રીનું શાંતનુના ઘરે રોકાવું, ફ્લેશબેકમાં અનુશ્રીના પિતાનું એનકાઉન્ટરમાં અવસાનશાંતનુની અનુશ્રી સામે કબૂલાત, અનુશ્રીને મદદ કરવા હરહંમેશ રેડી રહેતા શાંતનુ પર  અનુશ્રીને ભગાડી દેવાનો આરોપ લગાડતા અનુશ્રીના પરિવારજનોઅનુશ્રી અને શાંતનુની ઓનલાઈન મુલાકાત, ઈશિતાનું પાત્ર, વિદેશમાં અનુશ્રી પર થતો અત્યાચાર અને એમાંથી દુનિયાને બીજે છેડે બેસીને પણ અનુશ્રીને મદદ કરતા શાંતનુની સમયસૂચકતા, અનુશ્રી પોતાના પગભેર થાય માટે ઈશિતાને સાચવી લેતાં શાંતનુ અને જ્વલંતભાઈ - દરેક ઘટના સરસ રીતે ગોઠવાયેલી છે. વૉટ્સ-એપ, ફેસબુક, -મેઈલ, સ્કાઈપ જેવા આજના જરૂરી બનેલા હથિયારોને પણ તમે આવરી લીધા છે. શાંતનુ અને અનુશ્રીની કેમીસ્ટ્રી જોઈને મુકુલ ચોક્સીની પંક્તિઓ યાદ આવે છેઃ
"કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે!"
        પણ જ્યારે અનુશ્રી અને અમર ભાગીને લગ્ન કરી લે છે અને અમેરિકા ચાલ્યા જાય છે ત્યારે કદાચ શાંતનુના મનની સ્થિતિ મનહર મોદીની પંક્તિઓ દ્વારા વર્ણવી શકાયઃ 
દિલ તમોને આપતાં આપી દીધું,  
પામતાં પાછું અમે માપી લીધું   
માત્ર એક ક્ષણ તમે રાખ્યું 
છતાં ચોતરફથી તમે કાપી લીધું..
             ઘણી નાની નાની બાબતોને પણ તમે ખૂબ  સુંદર રીતે વર્ણવી છે. હું ૨૭ વર્ષ મુંબઈ માં રહેલો છું એટલે ખબર છે કે ઉત્તર ભારતીયો (ખાસ કરીને યુ.પી અને બિહારના લોકો) સાથે વાત કરવી હોય ત્યારે દરેક શબ્દ પાછળ "વા" લગાડી દેવાનું એટલે ગાડી ચાલી જાય. અને સેલ્સમાં કામ કર્યુ છે એટલે કસ્ટમરને બાટલીમાં ઉતારવાની વાત મારા ગળે તરત ઉતરી ગઈ...હી હી હી...સત્યા જેવા ચીકણા લોકો દરેક ઑફિસમાં હોય છે. એક વાત કહેવી પડે કે તમારી સરદારણ 'સિરુ' ખૂબ સરસ ગુજરાતી બોલે છે. સીડભાઈ...(જો તમે સિરતદીપનું 'સિરુ', અક્ષયનું 'અક્ષુ', અનુશ્રીનું 'અનુ' અને શાંતનુનું 'શાંતુ' કરી શકો તો હું પણ સિદ્ધાર્થનું 'સિદ' કરી શકુ ને!! ) મને એક વાત કહો કે બધા ઑલ-ટાઈમ હીટ ગીતો તમારા પોતાના કલેક્શનમાંથી છે ને? હરીન્દ્ર દવે તો સ્વર્ગમાં બેસીને હસતાં હશે - એમની સુપ્રસિદ્ધ ગઝલની જે અક્ષયે પત્તર આણી છે - પેટમાં દુખ્યું ને અનુ તમે યાદ આવ્યાં! હી...હી...હી...પેટ નહીં લીલું પાન!! મેં તમને કહેલું કે શાંતનુ અને અનુશ્રીનું જે વર્ણન કર્યું છે એનાથી મારા મનમાં બોલીવુડના એક એક હીરો-હીરોઈન તો નક્કી થઈ ગયા છે. શાંતનુના પાત્રમાં આયુશમાન ખુરાના અને અનુશ્રીના પાત્રમાં પ્રાચી દેસાઈ કેવા લાગે? જ્વલંતભાઈનો રોલ તો આપણા પરેશ રાવલને જામશે! ટૂંકમાં શાંત-અનુ એક થઈને 'શાંતનુ' બની ગયા વાતનો દિલથી આનંદ થાય છે.  છેલ્લે સૌમ્યા જોષીની એક કવિતા યાદ આવે છેઃ
આપણે મળ્યા...કોઈ વર્તુળમાં બે બિંદુ જેમ પાસ પાસે..
 હું પાછળ હતી ને તું આગળ...
 અજબ જિદ્દ હતી તારી પણ...
 કે આપણી વચ્ચેની દૂરી હું ખતમ કરું...
 બસ... આમ અંતર વધતું ગયું....
 પણ ના... આમ ચાલે...
 ચાલ એમ કરીએ....તારી જિદ્દ છે તો...
 હું પહેલ કરું...
 તું જરા થંભી જા...
 ને હું જરા જલ્દી કદમ ઉઠાવું....
તારામાં વિલીન થઈ જાઉં....
 હવે તો તું મારી સાથે રહેશે ને....
બસ .... 
તમારો છૂપો મિત્ર