Saturday, October 11, 2014

યે "આઈ.ઓ.ટી" (IoT) ક્યા હૈ?


કવિતાનો છોડ ચિંતામાં પડી ગયો છે.  
પહેલાં તો કોઈ દહાડે ગીત, કોઈ દહાડો ગઝલ.  
ક્યારેક અછાંદસ, મુક્તક, હાઇકુ, સૉનેટ- રોજ નવાં નવાં પાન ફૂટતાં.  
અચાનક શું થઈ ગયું ?  
સૂર્યનો તડકો તો એનો છે. જમીનમાં પૂરતો ભેજ છે. ખાતર છે, પાણી છે.  
પાસ-પાડોશના ગુલાબ-મોગરો-જૂઈ પણ પૂર્વવત્ ખીલે-તૂટે-ખીલે છે.  
શેનો સડો લાગ્યો ? ને ક્યાંથી ? 
અરે કોઈ ડોક્ટરને બોલાવોમારી નાડી રે જોવડાવોમને ઓસડિયાં પીવડાવોમને ઇંજેક્શન મૂકાવોકવિ પણ ફિકરમાં.  
માળી આવ્યો. જોતાં ડોકું ધુણાવ્યું - ઊં….હું !  
હોવા જોઈએ માળા બેટા. દુનિયાભરના બાગ ઊજાડશે કે શું ?  
ફટ્ કરતાંકને એણે મૂળમાંથી બે કીડા કાઢ્યા. લો સાહેબ ! બાગે-બાગે પેધાં પડ્યા છે.  
ઇલાજ ?  
નાસાહેબ ! નાકાંઈ નહીંકાંઈ નહીંકાંઈ નહીં 
કેવા કીડા ? કોઈ ઇલાજ નહીં ? કોને બચાવવા ? કેમ બચાવવા ? કેમ બચવું ? 
પ્રલયનો દિવસ ઢૂકડો આવી પૂગ્યો કે શું ? અંઅઅઅશું નામ કહ્યું હતું માળીએ ? 
વૉટ્સ-એપાઇટિસ? ફેસબુકાઇટિસ ?

વિવેક ટેલરની એક તાજેતરમાં પ્રકાશિત થયેલી કવિતા છે, કોઈ મને એમ કહે કે આજનો જમાનો બહુ ખરાબ છે તો હું એમની સાથે સહમત નથી. હવે  તો જીવવા જેવો સમય આવ્યો છે. આજનો યુગ  ખરા અર્થમાં ઈન્ટરનેટનો યુગ છે. એકબીજા સાથે જોડાયેલા રહેવામાં આજે ઈન્ટરનેટનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ફૅસબુક, વ્હૉટ્સ-ઍપ, ટ્વીટર, સ્કાઈપ, લાઈન, વી-ચૅટ  આપણા રોજિંદા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. ખાતા-પીતા-સૂતા-ઊઠતા લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવામાં સંતોષ અને સુખ અનુભવે છે.
તમે "IoT" શબ્દ ક્યાંય જોયો-સાંભળ્યો છેજો હાતો તમે કદાચ આજની ટેકનોલોજીના ડગલે ને પગલે સાથે ચાલનારાઓમાંથી એક હશો અને જો નથી સાંભળ્યો તો ચિંતા કરવાની  જરૂર નથી, આજે જાણી લો! આજની તારીખે દુનિયામાં પાંચ અબજ જેટલા "સ્માર્ટકનેક્ટેડ ડીવાઈસ (કે જોડાયેલી વસ્તુઓ) વ્યવહારી ઉપયોગમાં લેવામાં આવે છે, અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આંકડો પચાસ અબજે પહોંચે એવી નિષ્ણાંતોની અને વિશ્લેષકોની આગાહી છેશું છે  IoT? IoT નો અર્થ છે 'ઈન્ટરનૅટ ઑફ થીંગ્સ' જેમાં થીંગ એટલે વસ્તુ, પદાર્થ કે જેનામાં જીવ નથી એવું. કોઈપણ વસ્તુને ઈન્ટરનેટ સાથે જોડીને એમાંથી કંઈક કામ લઈ શકીએ એને 'ઈન્ટરનૅટ ઑફ થીંગ્સ' કહેવાય!
એક કારનું ઉદાહરણ લઈએ. સૌ પહેલાં કાર ફક્ત કાર હતી, અને એમાં રેડિયો કે સીડી સાંભળવાની સુવિધા હતી. પછી માણસની માહિતી ભેગી કરવાની અભિલાષાને કારણે એમાં જી.પી.એસ. (એટલે દુનિયાના દરેક ખૂણે ભ્રમણ કરવા માટે વપરાતું અને રસ્તા દર્શાવતું યંત્ર) અને બ્લૂટૂથ કનેક્શન જોડવામાં આવ્યું. બાદમાં પોતાની કારમાં વાઈ-ફાઈ દ્વારા ગીત કે સંગીત ડાઉનલોડ કરવાની સુવિધા આવી જેને 'થીંગ્સ ઑન ઈંટરનેટ' કહેવાય છે. આજે દ્રશ્ય કંઈક જુદું છે. આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે "આડાસ (ADAS)" એટલે કે ઑટોમેટિક ડ્રાઈવર અસિસ્ટંટ સિસ્ટમને કારણે તમારી કાર પોતે પોતાને ચલાવી શકે પણ કોઈ ચાલક વગર! ડ્રાઈવર વગરની કારમાં કોઈ અકસ્માત થવાનું હોય તો કાર પોતે અકસ્માતને અટકાવવા જરૂરી પગલાં લઈ લે. જો તમે ડ્રાઈવર-સીટ પર બેસવાના હોય તો જેવા કારમાં બેસો કે તરત તમારા સ્માર્ટ ફોનનો તમારી કાર સાથે સમન્વય (સિન્ક્રોનાઈઝેશન) થઈ જાયતમારી સીટ અને કારના અરીસા તમારા શરીર(કદપ્રમાણે આયોજિત થઈ જાય. તમારા રસ્તામાં ટ્રાફિક કે ભીડ હોય તો તમારી કારમાં એવા સેન્સર બેસાડેલા હોય કે જે દૂરથી આવી ભીડને પકડી પાડે અને પુનઃદિશામાન થઈ જાય.
બીજું દ્રષ્ટાંત, ધારો કે તમારા ઘરના દરેક ઉપકરણો જેવા કે ફ્રીજ, ટી.વી, ડીશવૉશર કે વૉશિંગ મશીન દિવસ-રાત ઈંટરનેટ સાથે કનેક્ટેડ છે. ફ્રીજમાં દૂધ કે શાક-બકાલું પ્રૂરું થવાની અણી પર છે. વખતે તમારું ફ્રીજ તમને ચેતવણી આપે અને કદાચ તમે ચકાસો અથવા ભૂલી જાઓ તો ફ્રીજ પોતે 'અમૂલ' કે 'બીગ-બજાર'ની વેબસાઈટ પરથી ખૂટી ગયેલી વસ્તુ ઑર્ડર કરી દે તો? પેલી ઓનિડા કંપનીની 'એસ.એમ.એસ. ગોન, .સી ઓન' વાળી જાહેરાત યાદ છે? એમાં ઘરે પહોંચતાની પહેલા પોતાના મોબાઈલથી .સી. ચાલુ કરવાનો સંદેશો મોકલી આપો અને તમે ઘરે પહોંચો પહેલા .સી. ચાલુ થઈ જાય.
હજુ એક દાખલો જોઈએઃ ધારો કે તમારી પાસે  થી ૧૦ ડેબિટ અને ક્રેડીટ કાર્ડ છે અને તમને દરેક કાર્ડ હંમેશા પોતાની સાથે રાખવા નથી. તો પછી એક એવું બ્લૂટૂથવાળું ઈલેક્ટ્રોનિક કાર્ડ રાખો જેમાં તમે તમારા બધાં કાર્ડ સ્કેન કરીને જાળવી રાખો. દરેક કાર્ડના પાસકોડ તમારા સ્માર્ટફોનની કાર્ડ-એપ્લિકેશનમાં રાખો. જ્યારે પણ તમે બહાર જાઓ અને કાર્ડ વાપરવાનો વખત આવે ત્યારે તમારા ફોનમાં કાર્ડ પસંદ કરો અને બ્લૂટૂથથી એને પેલા ઈલેક્ટ્રોનિક કાર્ડ સાથે જોડી દો. જેવું કનેક્શન થાય કે તરત ઈલેક્ટ્રોનિક કાર્ડ તમારા સાચૂકલા ડેબિટ કે ક્રેડીટકાર્ડમાં પરિવર્તિત થઈ જશે, જેને તમે સાચા કાર્ડની જેમ સ્વાઈપ પણ કરી શકશો. બ્લૂટૂથ કનેક્શન તૂટે કે તરત પેલું કાર્ડ ફરી એક સાદું ઈલેક્ટ્રોનિક કાર્ડ બની જાય.
કેવી મજાની વાત!! આવી માહિતી કે ડેટાના વિશ્વમાં રહેવાની વાત નિરાલી અને અદ્ભૂત છે. ઉદાહરણો કંઈ - વર્ષ પછી અસ્તિત્વમાં આવશે એવું નથી. આમાંથી ઘણી વસ્તુઓ દુનિયામાં કોઈક જગ્યાએ ક્યારનીએ અસ્તિત્વમાં છે! સન ૨૦૨૦ સુધીમાં કદાચ એવી વસ્તુઓ પણ ઈન્ટરનેટ સાથે જોડાઈ જાય જેનું આજે ઝાઝું માન નથી. પણ આવી ક્રાંતિ અને પ્રગતિ રાતોરાત નહીં થાય. IoT સાથે કેટલાક પડકારો પણ ઊભા છે. સૌથી મહત્ત્વનો પડકાર છે - સુરક્ષા કે સલામતી! જે રીતે ઈંટરનેટનો રોજબરોજના સાધનોમાં વપરાશ વધશે તેમ એમાં લોકોની વ્યક્તિગત વસ્તુઓને સાચવવી થોડી અઘરી બનશે. તે સાથે દરેક જણ ઈંટરનેટ વાપરશે તો ડેટાનો જથ્થો ખૂબ વધી જશે જેને સાચવવાનો પણ એક પડકાર છે. કોઈ એક પ્રકારનું જોડાણ (કનેક્ટીવીટી) કદાચ કામમાં આવે. બ્લૂટૂથ, વાઈ-ફાઈ, રેડિયો ફ્રીક્વન્સી ડિવાઈસ દરેકની કામ કરવાની રીત અને વિગતવર્ણન જુદા જુદા છે, દરેકને એક સાથે જોડવામાં ખૂબ મોટી કસોટી છે. આપણા ફોનની બેટરી આજે એકાદ દિવસ ચાલે છે, પણ જેમ જેમ ઈંટરનેટનો વપરાશ વધશે એમ સ્માર્ટફોન અને ગેજેટની ક્ષમતા (પાવર) પણ વધુ વપરાશે. માટે ઊર્જાનો વધુ અને યોગ્ય ઉપયોગ થાય ખૂબ જરૂરી છે.

ચલતે ચલતે,
જ્યારે ઈન્ટરનેટનો વપરાશ નહીંવત્ જેવો હતો ત્યારે ઘરે ટી.વી. હોવું પણ ખૂબ મોટી બાબત હતી. ટી.વી.ના રીમોટ-કંટ્રોલ આવ્યા સમયનો એક ટૂચકો છે.
પહેલો આળસુ (ક્રિકેટ જોતી વખતે) - મેચ રમવા મેદાનમાં તડકામાં જવું એના કરતાં એવું કોઈ યંત્ર બનાવવું જોઈએ જેમાં રીમોટ કંટ્રોલથી  યંત્ર મેદાનમાં જઈને એકાદ સેન્ચૂરી મારી આવે કે પછી - ઓવરની બૉલિંગ કરી આવે. બૅટીંગ, બૉલિંગ કે ફિલ્ડીંગ બધું રીમોટનું એક બટન દબાવવાથી થઈ જાય તો કેવું સારું?
બીજો આળસુ - તમારી વાત પર વિચારવા જેવું છે પણ પહેલા વિચારો કે રીમોટના બટન દબાવશે કોણ?

('હું ગુજરાતી' મેગેઝીનના ત્રીજા અંકમાં છપાયેલો લેખ.
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: http://goo.gl/Cq1LgQ)

No comments:

Post a Comment