લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા.
મોદીએ કોંગ્રેસના છોતરાં કાઢી નાખ્યાં
અને એક નવો રેકોર્ડ
કાયમ કર્યો. અરવિંદ કેજરીવાલની
"આપ"ને આખા દેશમાં
ફક્ત ૪ સીટમાં જીત
મળી. મળી તો મળી
પણ એ ચારેય સીટ
પંજાબમાં! આ ખબર જેવી
ફેલાઈ કે તરત જ
પંજાબીઓ અને સરદારો પરના
જોક્સનો ધોધ વહેવા માંડ્યો.
"સરદારો એ 'આપ' જોઈને
બટન દબાવ્યું હશે કારણ કે
એમને લાગ્યું હશે કે પોતે
પી.એમ. બની જશે'.
આવા ફાલતુ અને ફટીચર
જોક્સમાં આપણા દેશની અને
દેશવાસીઓની સ્ટીરિયોટાઈપ મેન્ટાલીટી છતી થાય છે.
*********
"એક ગરીબ બ્રાહ્મણ હતો જેને ગામમાં કોઈ બોલાવતું નહોતું. એને ખાવાના પણ સાંસાં હતા"
"એક ગામમાં એક સાધારણ પરિવાર રહેતું હતું. પરિવારમાં મા-બાપ, દીકરો-દીકરી અને એક વિધવા ફઈ પણ રહેતા હતા"
"વર્ષો પહેલાંની વાત છે. એક દેશમાં વિદ્યાધર નામના ખૂબ જ દયાળુ, સત્યવાદી અને કરુણાસભર રાજા રહેતા હતા"
જ્યારે પણ કોઈ વાર્તા સાંભળીએ ત્યારે આવા બધાં વાક્યો આપણે હંમેશા સાંભળીએ છીએ. તમે એક વાત ધ્યાનમાં લીધી? વાર્તાઓમાં બ્રાહ્મણ ગરીબ જ હોય, ફઈબા વિધવા જ હોય, રાજા દયાળુ અને સત્યવાદી જ હોય. કેમ ભાઈ? કારણ કે આપણને વર્ષોથી મનમાં ઠાંસી ઠાંસીને ભરી દીધું છે કે આ વાતો આમ જ થાય. આને કહેવાય – સ્ટીરિયોટાઈપ એટલે કે બીબાઢાળ અને રૂઢીબધ્ધ ધારણાંઓ!
કોઈ ગુજરાત રાજ્યમાંથી હોય તો એને 'ગુજ્જુ' કહેવું, દક્ષિણના કોઈ રાજ્યમાંથી હોય તો એને 'મદ્રાસી' કહેવું, પંજાબમાંથી હોય તો એને 'સરદાર' કહેવું - આ બધું આપણને કોઠે પડી ગયું છે. ગુજરાતીઓ હોય એ હંમેશા એમ્બ્રોયડરી વાળા "ઝગા મગા આણી માઝ્યા કડે બઘા" એવાં જ કપડાં પહેરે. તેઓ હંમેશા શેરબજારિયા હોય અને બારેમાસ ઢોકળા, હાંડવો અને થેપલાં જ ખાતાં હોય. 'દાળભાત' તો ગુજ્જુભાઈની એક બીજી ઓળખાણ બની ગયું છે. ગુજરાતીઓ દ્વારા બોલાતા દરેક વાક્યો 'હેં' કે 'હોં' થી જ એન્ડ થાય. જ્યાં જાય ત્યાં ગરબા રમવા તૈયાર! બંગાલીઓ હોય એ હંમેશા ફિશ ખાય અને વાતે વાતે 'ઉડીબાબા' બોલે. સાઉથ ઈંડિયા એટલે લુંગી ડાન્સની દુનિયા. દરેક વાતની શરૂઆત 'ઐય્યૈયો' સાથે કરે. દેખાવમાં કાળા હોય અને હંમેશા લુંગીમાં જ હોય. રસમ-ભાત પોતાના હાથે ખાય અને રસમના રગેડા હાથ પરથી ઊતરતા આવતા હોય. લગભગ ૮૦ ટકા લોકોને એમ છે કે સાઉથ ઈંડિયા એટલે આટલું જ! પણ એમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ આ ચાર રાજ્યોનો સમન્વય છે એની કોઈ નોંધ લેવા તૈયાર નથી. પંજાબીઓ હોય ત્યાં 'બલ્લે બલ્લે'ના નારા ગૂંજતા હોય, 'સરસોં દા સાગ ઔર મક્કે દી રોટી' એ એક જ ખાણું, સરદારોને બાર વાગ્યે કંઈ સૂઝે નહીં, વર્ષોથી ચાલી આવતાં ચવાઈ ગયેલાં જોક્સમાં સરદારોને જ હંમેશા વિક્ટીમ બનાવાય, થોડા સરદારો ભેગા થાય ત્યાં 'જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ' બોલ્યા વગર ન રહે.
હિન્દુ હોય તો રામાયણ, મહાભારત અને ગીતા જ વાંચે એવું ક્યાં લખેલું છે? શું કોઈ હિન્દુ બાઈબલ કે કુરાન ના વાંચી શકે? કોઈ મુસ્લીમ ભાઈને હિન્દુ પુરાણમાં રસ હોય તો શું એ ન વાંચી શકે? કોઈ ખ્રિસ્તી બહેનને કૃષ્ણની બાળલીલા ગમતી હોય તો એમાં ખોટું શું છે? પુત્રનો જન્મ થાય તો એ મોટો થઈને એન્જીનીયર બનશે અને પુત્રીનો જન્મ થાય તો મોટી થઈને ડૉક્ટર બનશે - આવી કેટકેટલાંય વર્ષોથી ચાલી આવતી પ્રથા હવે થોડી સુધરી છે. છોકરાઓ દરેક વસ્તુ બ્લ્યુ શૅડની જ વાપરે જેમ કે બ્લ્યુ બૅગ, બ્લ્યુ જીન્સ, બ્લ્યુ કલર શૅડ ઈન બેડરૂમ, બ્લ્યુ બેડ વગેરે વગેરે જ્યારે છોકરીઓ પિન્ક કલરની! જો કદાચ કોઈ છોકરો ગુલાબી રંગના કપડાં પહેરે તો એને લોકો અલગ નજરથી જુએ છે. બ્લ્યુ ઇઝ ફોર બોય્ઝ ઍન્ડ પિન્ક ઈઝ ફોર ગલ્સ – આ ધારણા ખોટી પાડવી જરૂરી છે. સાસુ હોય એટલે ઘરમાં એનું જ ચાલે. વહુને હંમેશા દબાવીને રાખે. દીકરાને માવડીયો કરીને ન રાખે તો વહુઘેલો થઈ જાય - આ તે કાંઈ રીત છે? પુરુષ હોય એને રસોઈ બનાવતા ન આવડે એવું માનનારી સ્ત્રીઓએ જાણવું જરૂરી છે કે દુનિયાના સારામાં સારા શેફ (રસોઈયા)નું લીસ્ટ બહાર પાડવામાં આવે તો પુરુષોની ટકાવારી વધુ હશે. પુરુષોમાં પણ એવું જ છે. પોતે કાર ચલાવતા હોય ત્યારે આગળ કે પાછળ કોઈ સ્ત્રી કાર ચલાવે છે એવી ખબર પડે કે તરત જ ત્યાંથી થોડે દૂર થઈ જશે. તમારી બહેન, માતા કે પત્ની કાર ચલાવે ત્યારે પણ તમે આવું જ વલણ રાખો છો? લોકોના ધંધા પ્રત્યે પણ આપણે એવું જ વિચારીએ છીએ. ડૉક્ટર હોય એની હેન્ડરાઈટીંગ ખરાબ જ હોય, સઈની સવાર અને મોચીની સાંજ કોઈ દિવસ ન થાય - એટલે કે દરજી અને મોચી એના ગ્રાહકોને હંમેશા ધક્કા ખવડાવે, રિક્ષા અને ટેક્સીવાળાને કોઈ અજાણ્યા ગ્રાહક મળે તો એને લૂંટ્યા વગર ન રહે, વાણિયા-વેપારી હંમેશા લોકોને છેતરતાં જ હોય. આવું કહેતા પહેલા આપણે એક વાર વિચારતાં પણ નથી. 'લડકા-લડકી કભી સિર્ફ દોસ્ત નહીં હો સક્તે' એવું કહેનારા આ દુનિયામાં ઓછા નથી. પણ બે અલગ અલગ લિંગના લોકો વચ્ચે શું પવિત્ર મિત્રતા ન હોઈ શકે?
ફિલ્મોમાંએ એવું જ છેઃ નોકર હંમેશા વફાદાર જ હોય, રાજકારણી કે પોલિસ હોય એ હંમેશા ભ્રષ્ટ જ હોય, બે પ્રેમી-પંખીડામાં છોકરીનો બાપ અમિર હોય અને છોકરાનો બાપ દારૂડિયો અને ગરીબ જ હોય, વિધવા મા હોય તો હંમેશા આંસુઓ ટપકાવતી હોય અને સાવકી મા કે સાસુમા હોય એ જબરી અને માથાભારે જ હોય. દિલ્હી દેખાડવું હોય તો 'ચાંદની ચૌક', 'લજપત નગર' અને 'પરાંઠેવાલી ગલ્લી' દેખાડી દો. કોલકાતા બતાવવું હોય તો ટ્રામ અને પગરીક્ષાવાળા બતાવો, દુર્ગાપૂજાની તૈયારી થતી હોય એ રીતે દુર્ગાની અડધી-પડધી મૂર્તીઓ બતાવી દ્યો. મુંબઈ બતાવવું હોય તો માર-ધાડ, પિસ્તોલ, લોકલ ટ્રેન અને 'વડાલા' 'ભાયખલ્લા' આ બધું બતાવો - કોણ પૂછે છે? હવે તો ફિલ્મોના ડાયલોગ્સ થોડા સુધર્યા છે. નહીંતર એક ના એક ચૂંથાઈ ગયેલા ડાયલોગ્સથી તો આપણું માથું પાકી જાય. ' મૈં તુમ્હારે બચ્ચે કી માં બનને વાલી હું', 'ભગવાન કે લિયે મુજે છોડ દો', 'બતા કલમુંહી, કિસકે સાથ મુંહ કાલા કરકે આયી હૈ?', ' યેહ સબ તુમ્હારે લાડ-પ્યારકા નતીજા હૈ, સુરેશ કી માં', 'ઘર મેં દો-દો જવાન બેટીયાં હૈ', 'માં કા દૂધ પિયા હૈ તો સામને આ જાઓ', 'ક્યા કર રહે હો? કોઈ દેખ લેગા' - વગેરે વગેરે.
હિન્દીમાં એક કહેવત છે કે 'નેકી કર ઔર દરિયામેં ડાલ'. એ હવે બદલાઈ ગઈ છે - 'કુછ ભી કર ઔર ફેસબુક પે ડાલ'. ખરેખર, આજે છોકરીઓ શાક લેવા બજારમાં જાય તોયે સ્ટેટસ મૂકે કે 'ગોઇન્ગ ફોર શોપિંગ'. આ જ્યારથી ફેસબૂકે 'ફિલીંગ ડેશ ડેશ'ની પ્રથા ચાલું કરી છે ત્યારથી તો લોકોને મજા પડી ગઈ છે. 'ફિલીંગ એક્સાઈટેડ', 'ફિલીંગ ડીટરમાઈન્ડ', 'ફિલીંગ લોનલી' ને આવા કંઈ કેટલા સ્ટેટસો કલાકે કલાકે મૂકાય છે અને બદલાય છે. આપણે કરેલી દરેકે-દરેક વસ્તુ લોકોને દેખાડવી અને પ્રશંસા મેળવવી એમાં માણસના અહમનો પારો ઉપર ચઢે છે. આ કારણે જ આપણે દિવસ-રાત આ ફેસબુકના વર્ચ્યુઅલ વર્લ્ડમાં મહાલતા રહીએ છીએ. તમારી કોઈ સિધ્ધી હોય કે તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય એના ફોટા અપલોડ કરો તો માનીએ પણ આ કલાકે ને કલાકે સેલ્ફી (૨૦૧૩ વર્ષનો સૌથી વધુ વપરાયેલો શબ્દ - એનો અર્થ કે પોતાના મોબાઈલથી પોતાનો જ ફોટો પાડીવો) મૂકવા એ મને તો સ્ટીરિયોટાઈપ જ લાગે છે.
વિંદા કરંદીકર મરાઠી ભાષાના મોટા ગજાના સર્જક થઈ ગયા. એમનું એક સરસ કાવ્ય માણીએ.
સવારથી સાંજ સુધી, બસ એનું એ જ...એનું એ જ...
વાંદરા છાપ દંતમંજન, એ જ ચા, એ જ રંજન,
એ જ ગીતો, એ જ તરાના,એ જ મૂર્ખાઓ, એ જ ડાહ્યા
સવારથી સાંજ સુધી બસ એનું એ જ...એનું એ જ...
લોજ હોટેલો પણ બદલી જોઈ (જીભ બદલવી શક્ય નહોતી)
એ જ મસાલો, એ જ ગરમ મસાલો, એ જ શાકભાજી, એ જ કઠોળ
એવી ને એવી જ તીખી ચટણી,
તે જ તીખોખાટો સંભાર, સુખ થોડું, દુઃખ અપાર
ફરી ફરીને એ જ ભોગ, આસક્તિનો એ જ રંગ
એ જ મંદિર, એ જ મૂર્તી, એ જ ફૂલો, એ જ સ્ફૂર્તિ
એ જ હોઠ, એ જ આંખો, એ જ લટકા, એ જ ચાળા
એ જ પલંગ, એ જ નારી...
મનમાં થયું આત્મહત્યા કરુંઃ
રોમિયોની આત્મહત્યા, દધીચિની આત્મહત્યા
આત્મહત્યા પણ એની એ જ
આત્મા પણ એનો એ જ, હત્યા પણ એની એ જ
જીવન પણ એનું એ જ, મરણ પણ એનું એ જ.

PC - devinerart.tumbler.com |

good artical sanjay bhai .. and poem at the end is so thoughtful !!
ReplyDeleteThank you Amisha ben! :)
ReplyDelete