બાપુજીની
પ્રાર્થનાસભા માટે લખેલું પ્રવચન
(તા. ૨૮/૦૬/૨૦૧૩,
જેઠ વદ પાંચમ, સ્થળઃ
૯૦ ફીટ રોડ, સ્વામિનારાયણ
મંદિર, ઘાટકોપર-ઈસ્ટ, મુંબઈ - ૪૦૦૦૮૬)
આમ તો પ્રીતમબાપા જેવી પવિત્ર આત્મા વિશે બોલવું એ આપણું ગજું નહીં પણ ફૂલની પાંખડી રૂપે શ્રધ્ધાંજલી આપવાની આ નાની એવી કોશિશ સાથે અહીં પધારેલ દરેક સ્વજનોને મારા જય ગોપાલ!
આમ તો પ્રીતમબાપા જેવી પવિત્ર આત્મા વિશે બોલવું એ આપણું ગજું નહીં પણ ફૂલની પાંખડી રૂપે શ્રધ્ધાંજલી આપવાની આ નાની એવી કોશિશ સાથે અહીં પધારેલ દરેક સ્વજનોને મારા જય ગોપાલ!
દિવસ રોજ ઊગે છે
અને આથમી જાય છે,
ચૂપચાપ. રાત ઘેરાય છે,
ક્યારેક અંધકારમાં તો ક્યારેક ચાંદનીના
અજવાળામાં, પરંતુ એ ક્યારેય
સ્થાયી નથી રહેતી. સમય
વીતતો રહે છે, એ
સ્થિર નથી. યાદ કાયમી
છે. ક્યારેક ક્ર્મ્બધ્ધ રીતે તો ક્યારેક
અવ્યવસ્થિત રીતે વાતો મનમાં
ઘર કરી જાય છે.
સ્મૃતિના પાનાં પર પણ
કેટલાક ચહેરા આપણી રોજિંદી
જિંદગીમાં સ્પષ્ટ રીતે અંકિત
થઈ જાય છે, એવો
જ એક ચહેરો એટલે
'પ્રીતમબાપા'!
સન ૧૯૨૫માં જન્મેલો અને સાલ ૧૯૪૫માં
બોમ્બે નામના શહેરમાં પ્રવેશ
કરનાર ત્રણ બહેનોનો લાડકો
અને માતાપિતાનો એકનો એક એવો
૨૦ વર્ષનો ઊજળા દેહનો
ફાંકડો જુવાન. આજે નાનકડા
બીજમાંથી આ 'ચૌહાણ કુટુંબ'
નામનું વટવૃક્ષ તૈયાર કર્યું એ
જ એના જીવનની સૌથી
મોટી સિધ્ધિ. જેના નામમાં 'પ્રીત'
શબ્દ સમાયેલો હોય એવા પોતાના
નામને સમાનાર્થી સ્વભાવ કેળવીને સદાય
લોકો સાથે પ્રેમભર્યું વર્તન
કરનારા, જિંદગીના અમૂલ્ય એવા પાંચ-પાંચ વર્ષો સુધી
સમસ્ત વાંઝાગ્નાતિમાં સેવા અર્પણ કરનારા
અને ગ્યાતિના ઘરેણાં સમાન પ્રીતમબાપા
૨૫ જૂન, ૨૦૧૩ ને
જેઠ વદ બીજને બપોરે
૧ વાગે ગોપાલશરણ પામી
ગયા.
મા તે મા, જનનીની
જોડ સખી નહીં જડે
રે લોલ...આવું માતા
વિશે તો કહેવતોથી લઈને
કાવ્યો સુધી ઘણું જોવા
મળે છે, પણ પિતા
વિશે ખૂબ જ ઓછું
સાહિત્ય લખાયું છે, પિતાનું
સ્થાન આપણા જીવનમાં મીઠા
(નમક) જેવું છે. મીઠુ
જો ભોજનમાં હોય, તો એની
હાજરીની આપણે નોંધ નથી
લેતાં પરંતુ મીઠું ભોજનમાં
ન હોય તો ગમે
તેટલું સ્વાદિષ્ટ અને સુંદર ભોજન
બનાવ્યું હોય તો એ
ફીક્કું લાગે છે. લાગે
છે નહીં, ખરેખર ફીક્કું
બની જાય છે. જીવનમાં
કદાચ પિતાની હાજરીનો ખાસ
અહેસાસ ન પણ લાગે
પરંતુ પિતાની બે દિવસ
માટેની ઘરમાં ગેરહાજરી પણ
ઘરને સૂનું બનાવી શકે
છે. આવી જ ખોટ
આજે ચૌહાણ કુટુંબમાં પ્રીતમબાપાની
વસમી વિદાયને કારણે વર્તાઈ રહી
છે. અતીશયોક્તિ ન થતી હોય
તો એવું કહી શકાય
કે આવો જ ખાલીપો
કુદરતને પણ સાલતો હોય
એમ પ્રીતમબાપાનો પાર્થિવ દેહ જ્યાં સુધી
પંચમહાભૂતમાં વિલીન ન થયો
ત્યાં સુધી અનરાધાર વરસાદ
આકાશમાંથી વરસતો હતો, જેમ
કે આકાશ પણ રુદન
ન કરતું હોય! અને
એમની આત્મા કેટલી શુધ્ધ
અને પવિત્ર હતી એ
વાતનો પુરાવો આપતાં હોય
એવાં ઘરેથી સ્મશાન સુધીના
રસ્તામાં આવેલા બે મંદિરો
અને બંને મંદિરોમાં એ
જ સમયે થતો સંધ્યાઆરતીની
ઝાલરનો ઝણકાર. કેવો અનેરો
સંગમ!
આપણે ત્યાં કહેવત છે
કે 'દરજીનો દીકરો જીવે
ત્યાં સુધી સીવે'. આ
કહેવતને જેમ સાચી કરી
હોય એમ જ્યાં સુધી
તેમના શરીરે સાથ આપ્યો
ત્યાં સુધી કામમાં પરોવાયેલા
રહેતાં. અને મહેમાનગતિની તો
વાત જ ક્યાં કરું?
મને ખાત્રી છે કે
આ સાંભળનારા દરેકે-દરેક માણસ
એ વાતની સાક્ષી પૂરશે
કે પ્રીતમબાપાએ જેવી મહેમાનગતિ પીરસી
છે એવી કોઈએ મહેમાનગતિ
નહીં પીરસી હોય. દૂરના
કોઈ ઓળખીતા હોય કે
નજીકના અને અંગત મહેમાન
હોય - કોઈને બટકું રોટલો
ખાધાં વગર જવા ન
દે. અને જો જમવાનો
મેળ ન થતો હોય
અથવા ઘરે કોઈ બનાવવાવાળું
હાજર ન જોય તો
બહારથી ચા મંગાવીને પીવડાવશે
ખરાં! કહેવાય છે કે
એક ભાણેજને જમાડો તો ૧૦૦
બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય મળે. પ્રીતમબાપાને
તો ૨૨ ભાણિયા! ૨૨
ભાણિયાના પ્રિય પ્રીતમમામાને આ
રીતે પુણ્યશાળી બનાવવા બદ્દ્લ ઈશ્વરનો
પાડ માનવો જોઈએ. પ્રીતમબાપાનું
મનોબળ એટલું મજબૂત કે
દવાખાનામાં દાખલ થયા ત્યારે
ડૉક્ટર પોતે રિપોર્ટ જોઈને
બોલી ઉઠ્યા કે આ
ઉંમરે એન્જીયોપ્લાસ્ટ કરી લીધા બાદ
પણ ત્રણ વર્ષ સુધી
મક્કમ રીતે જીવવું એ
તો ખરેખર ઈશ્વરનો ચમત્કાર
જ કહેવાય.
વિધિના
લેખ જુઓ. દાદા અને
દીકરી આ બંને શબ્દો
એકબીજા સાથે અનાદિકાળથી ગુંથાયેલા
છે. એ જ વાતની
સાક્ષી પૂરવાં અને દ્ર્ષ્ટાંત
પૂરું પાડવા આજે દાદાની
પ્રાર્થનાસભાનો દિવસ અને 'બાપુજી
બાપુજી' કરતાં જેની જીભ
ન થાકતી હોય એવી
દીકરીનો જન્મદિવસ એક જ દિવસે
આવ્યાં. આ તો યોગાનુયોગ
જ કહેવાય ને! આ
વાતને શોક તરીકે ન
ગણતાં, જીવનનો એક અનન્ય
લ્હાવો સમજીને ભગવાનની ઈચ્છાને
સ્વીકારી લઈએ. આમ તો મનુષ્ય આયુષ્ય
પ્રમાણે જ જીવે છે,
એક સેકન્ડ વહેલો નહીં
કે મોડો નહીં. મૃત્યુ
એ કુદરતે ગોઠવેલી ઘટના
છે અને આપણે ઈશ્વર
પ્રત્યેનું ઋણ છે તે
જ ચૂકવીએ છીએ. 'અંત
વેળાએ' નામના એક પુસ્તકમાં
છપાયેલી પંક્તિઓ કંઈક આ રીતે
છેઃ
જનની ખોળામાં બોલાવે એમાં ડરવાનું
શું?
માતા વસ્ત્રો મેલાં થાય અને બદલાવે એમાં રડવાનું શું?
થાક્યાનો વિસામો મૃત્યુ છે, જીવનનો અંત કદીએ નથી, જીવ છે અનંત,
માધવ મળવાને બોલાવે એમાં રડવાનું શું?
એ જ રીતે કાકાસાહેબ
કાલેલકરનું એક વિધાન છે
કે મરણ કરતાં સ્મરણ
વધારે બળવાન છે. 'પિતાજીનું
સ્મરણ' નામની કવિતા પણ
કંઈક આવો જ સંદેશ
આપે છેઃમાતા વસ્ત્રો મેલાં થાય અને બદલાવે એમાં રડવાનું શું?
થાક્યાનો વિસામો મૃત્યુ છે, જીવનનો અંત કદીએ નથી, જીવ છે અનંત,
માધવ મળવાને બોલાવે એમાં રડવાનું શું?
ઈંટ-ચૂનાનું ઊભું આ ઘર,
પિતાજીનું સ્મરણ
મંત્રમય વાતાવરણ, અંતર પિતાજીનું સ્મરણ
અમાસની રાત અજવાળી બની જાય તરત,
ઓરડાં અજવાળતો અવસર, પિતાજીનું સ્મરણ
એમની આંખે પૂજાની ઓરડીએ જોઉં ત્યાં,
વિશ્વ દેખાડે અજબ ભીતર, પિતાજીનું સ્મરણ
શું એ સચવાયું સતત આ બાગના કણકણ મહીં
ફૂલશું? ક્યારા તણાં પથ્થર, પિતાજીનું સ્મરણ
આંખ ઝળઝળિયાં ભરી જોતી રહી તસવીરને
આમ મોતીએ કર્યું સાગર, પિતાજીનું સ્મરણ
એમના હરકર્મ રસ્તો ચીંધતા મુંઝાઉં ત્યાં,
હરકદમ જે મળ્યો આદર - પિતાજીનું સ્મરણ.
મંત્રમય વાતાવરણ, અંતર પિતાજીનું સ્મરણ
અમાસની રાત અજવાળી બની જાય તરત,
ઓરડાં અજવાળતો અવસર, પિતાજીનું સ્મરણ
એમની આંખે પૂજાની ઓરડીએ જોઉં ત્યાં,
વિશ્વ દેખાડે અજબ ભીતર, પિતાજીનું સ્મરણ
શું એ સચવાયું સતત આ બાગના કણકણ મહીં
ફૂલશું? ક્યારા તણાં પથ્થર, પિતાજીનું સ્મરણ
આંખ ઝળઝળિયાં ભરી જોતી રહી તસવીરને
આમ મોતીએ કર્યું સાગર, પિતાજીનું સ્મરણ
એમના હરકર્મ રસ્તો ચીંધતા મુંઝાઉં ત્યાં,
હરકદમ જે મળ્યો આદર - પિતાજીનું સ્મરણ.
ચૌહાન
કુટુંબના મણકાઓને પ્રીતમબાપાએ ભેગાં કરી એક
માળા બનાવીને વર્ષો સુધી જકડી
રાખ્યા અને હવે એ
માળા એક સાંકળ બની
ગઈ છે, જેની દરેક
કડી એકબીજામાં પરોવાઈ ગઈ છે.
માફ કરજો પણ ચૌહાણ
કુટુંબને મારી એક જ
વિનંતી કે આ સાંકળને
કદી તૂટવા નહી દેતા
કારણ એકતા જેવું બળ
બીજું કોઈ નથી.
છેલ્લે,
પ્રીતમબાપાની આત્માને શાંતિ લાભે અને
તેમનો આશિર્વાદ સદાય ચૌહાણ કુટુંબ
પર બની રહે એવી
જ ઈશ્વર ચરણે પ્રાર્થના.
જય ગોપાલ!